સફાઈ કામદાર અને માનવ અધિકાર

- December 19, 2017
થાનગઢના 3 નવલોહીયાઓના ખૂનની સાહિ હજુ સુકાણી નથી ત્યાં જ બીજો એક અરેરાટીભર્યો બનાવ થાનગઢમાં બનવા પામ્યો છે.

તારીખ 11/12/2017ના રોજ રાજ્ય સરકારની બેદરકારીના કારણે 2 સફાઈ કર્મીના મોત નિપજેલ છે.મોહિતભાઈ નાથાભાઇ ઉમર 26 અને દીપકભાઈ દિનેશભાઇ ઉમર 25 થાનગઢ નગરપાલિકા અંતર્ગત આવતી ગટરની સફાઈ કરતી વખતે ગૂંગળાઇ જવાના કારણે મોત નિપજેલ છે સુરક્ષાના સાધનોના અભાવને કારણે આ બનાવ બનવા પામેલ છે.
 
આ બનાવમાં થાનગઢમાં 64/17થી ipc ની કલમ 304,336,337,114 તથા menual skevenjer act 2013ની કલમ 5,6,7,8,9 તથા એક્ટ્રોસિટી ની કલમ 3(1)(જે) 3(2)(5)(7) મુજબની ફરિયાદ ચીફ ઓફિસર સામે થઈ છે.

આ બનાવને લઈને સામાજીક એકતા અને જાગૃતિ મિશનના કેવલસિંહ રાઠોડે 47 વ્યક્તિઓની સહી સાથે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું છે તુષાર પરમાર અને અન્ય લોકો તેમને મદદ કરી રહ્યા છે.ગુજરાત દલિત સંગઠન અને હુમન રાઈટ્સ લૉ નેટવર્ક તેમની સાથે છે.

તપાસ કરનાર અધિકારી અને ફરિયાદી સાથે વાત કરતા માલુમ પડ્યું કે આખા બનાવને દબાવી દેવા અને ફરિયાદ પાછી ખેંચવા ફરિયાદી અને મૃતકોના સગા પર દબાણ કરવામાં આવી રહ્યું છે .

આવો આપણે પણ માનવ અધિકાર ભંગની લડાઈમાં જોડાઈને મૃતકોને ન્યાય અપાવીએ.- એડ. ગોવિંદ પરમાર
( Human rights law network )