દલિતો દ્વારા સફાઈ કામદારો ના મોત માટે જવાબદાર મુખ્યમંત્રી વિજય રુપાણી વિરુદ્ધ ગુનો નોંધવા રાજ્યપાલ ને રજુઆત કરાઈ

- December 15, 2017
ગત્ તારીખ ૧૧/૧૨/૨૦૧૭ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લા ના થાનગઢ મુકામે માનવમળ વાળી ભુગર્ભ ગટર સાફ કરતી વખતે ઝેરી ગેસ થી ગુંગળાઈ ને બે સફાઈ કામદારો ના કરુણ મોત થયેલા, જે બાબતે મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ ૨૦૧૩ ની જોગવાઈ નુ પાલન ન કરાવનાર રાજ્ય ના મુખ્યમંત્રી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા બાબતે રજુઆત કરવામાં આવી હતી.સુરેન્દ્રનગર જિલ્લા ના થાનગઢ ખાતે માનવમળ વાળી ભુગર્ભ ગટર સાફ કરતી વખતે ઝેરી ગેસ થી ગુંગળાઈ ને બે સફાઈ કામદારો ના કરુણ મોત થયેલા જે બાબતે ગુસ્સે ભરાયેલ દલિત સમાજ ના લોકો થાનગઢ મુકામે છેલ્લા પાંચ દિવસ થી આંદોલન ચલાવી રહ્યા છે, આ બાબતે સામાજીક એકતા અને જાગૃતિ મિશન ના સંયોજક અને જાણીતા સામાજીક કાર્યકર્તા કેવલસિંહ રાઠોડે વધુ માં જણાવ્યું હતું કે ;


ભારત સરકાર દ્વારા માનવમળ ઉપાડનાર ને કામે રાખવા પર પ્રતિબંધ અને સફાઈ કામદારો ના પુન:સ્થાપન નો કાયદો સને ૨૦૧૩ મા અમલ મા આવેલ છે.


છતાં ભારત દેશ મા જાતિપ્રથા, અસ્વચ્છ શૌચાલય, ખુલ્લા મા મળત્યાગ વિગેરે ને પરીણામે માનવમળ ને હાથ થી ઉપાડવાની અને સાફ કરવાની પ્રથા ચાલુ છે.


કેન્દ્ર સરકાર દ્વારા આ અમાનવીય પ્રથા ને નાબુદ કરવા માટે ૧૯/૦૯/૨૦૧૩ ના દિવસે માનવમળ વાળી ગટર સાફ કરવા સંબંધિત કાયદો બનાવી ભારત ના રાજપત્ર પર પ્રકાશિત કરેલ છે.


માનવમળ ને હાથ થી સાફ કરવા અથવા ઉપાડવા બાબતે સંપુર્ણ નાબુદી કરવા અને આ કામ મા રોકાયેલા લોકો અને તેમના પરીવારો ના પુન:સ્થાપન માટે માનવમળ ઉપાડનાર ને કામે રાખવા પર પ્રતિબંધ અને તેમના પુન:સ્થાપન નો કાયદો તારીખ ૦૬/૧૨/૨૦૧૩ થી સમગ્ર ભારત મા લાગુ કરવામા આવેલ છે.


તે કાયદો અમલ મા હોવા છતાં પણ ગુજરાત મા આ કાયદો લાગુ ન કરનાર રાજ્ય ના મુખ્યમંત્રી અને જવાબદાર પદાધિકારીઓના માર્ગદર્શન નીચે સીધી કે આડકતરી રીતે આ પ્રકાર ની ગટરો નુ જોખમી કામ કરાવવામાં આવી રહ્યું છે.


જેના કારણે થાનગઢ ના બે યુવાન સફાઈ કામદારો મોહિત નાથાભાઈ સોલંકી અને દિપક દિનેશભાઈ સોઢા ના કરુણ મોત થયા છે.


અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અત્યાચાર નિવારણ ધારો ૨૦૧૫ અંતર્ગત અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ ના સભ્ય ને માનવમળ સાફ કરાવવા કામે રાખવા પરવાનગી કે કામ કરાવવું તેના પર પ્રતિબંધ હોવા છતાં આ પ્રકાર ની કામગીરી કરાવવામાં આવેલ છે.


છેલ્લા પાંચ વર્ષ માં માનવમળ વાળી જોખમી ભુગર્ભ ગટરો ની સાફસફાઈ દરમિયાન કુલ ૨૦૦ થી પણ વધુ નિર્દોષ સફાઈકામદારો ના કરુણ મોત થયા છે. આ તમામ સરકારી હત્યાઓ પાછળ પણ રાજ્ય ના મુખ્યમંત્રી જ જવાબદાર છે.


ગુજરાત ના તમામ ૫૦ લાખ દલિતો ની માંગણી છે કે, થાનગઢ હત્યાકાંડ ના આરોપી મુખ્યમંત્રી વિજય રુપાણી નું નામ પોલીસ ફરીયાદ મા દાખલ કરી તેમના વિરુદ્ધ આઈ.પી.સી. ૩૦૪, ૩૩૬, ૩૩૭, ૧૧૪ તથા મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ ૨૦૧૩ ની કલમ ૫, ૬, ૭, ૮, ૯, તેમજ એટ્રોસીટી એમેન્ડમેન્ટ એક્ટ ૨૦૧૫ ની કલમ ૩(૧)(૧૦), ૩(૨)(૫) મુજબ ગુનો નોંઘી આરોપી મુખ્યમંત્રી ની તાત્કલિક ધરપકડ કરવામાં  આવે.


જો દલિતો ની માંગણીઓને સ્વિકારવા માં નહીં આવે અને પિડીતો ને ન્યાય નહિં મળે તો આગામી દિવસો માં થાનગઢ હત્યાકાંડ મુદ્દે રાજ્યભર માં ઉગ્ર આંદોલન અને દેખાવો કરવાની પણ ચિમકી આપી છે.

આ બાબતે દલિત સમાજ ના લોકોએ ગુજરાત નાં નામદાર રાજ્યપાલ, ગુજરાત હાઈકોર્ટ ના મુખ્ય ન્યાયાઘિશ, ગુજરાત સરકાર ના મુખ્ય સચિવ, રાજ્ય ના પોલીસ મહાનિર્દેશક, અનુસુચિત જાતિ ના નિયામક, રાષ્ટ્રિય અનુસુચિત જાતિ આયોગ ના અધ્યક્ષ તેમજ માનવ અધિકાર આયોગ ના અધ્યક્ષ સહિત ના પદાધિકારીઓને લેખિત અને મૌખિક રજુઆતો કરી છે.


જેમાં મરણ જનાર ના પત્નિઓ, માતા-પિતા, સગાં-સંબંધિઓ અને મુખ્ય ફરિયાદી સહિતનાઓએ સહીઓ કરી છે.


વધુ માં કેવલસિંહ રાઠોડે જણાવ્યું કે, આગામી ૧૭/૧૨/૨૦૧૭ અને રવિવાર ના દિવસે સફાઈ કામદારો ના આંદોલન ના સમર્થન માં થાનગઢ મુકામે એક વિશાળ સંમેલન નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત ના તમામ દલિતો જોડાશે..!!