નંદાલીના દલિત પરિવારોનો સામાજિક આર્થિક બહિષ્કાર , હિજરત...

- November 23, 2017
અવિરત સંઘર્ષ....વાંચો આજનું દિવ્ય ભાસ્કર , અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા...

કહેવાતા વાઇબ્રન્ટ ગુજરાતના ભૂતકાળના મુખ્યમંત્રી અને લપોળશંખ ફેકુ ના વતન જિલ્લા મેંહેસાણાના ખેરાલુ તાલુકાના નંદાલી ગામના દલિતો એ ન્યાય માટે હાઇકૌર્ટ નું શરનું લીધું છે.અનેક રજૂઆતો , અનેક અરજીઓ , આવેદનો આપી થાકી ભયંકર માનવ અધિકારના ભંગ સામે હાઇકૌર્ટના સિનિયર લોયર આનંદ યાજ્ઞિક મારફતે ગુજરાત હાઇકૌર્ટમાં પિટિશન દાખલ કરેલ છે.
તારીખ 1.4.2016 ના રોજ નંદાલીના બાબુભાઇ સેનમા સરકારી સહાયનું ફોર્મ મહેસાણા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ગાયેલા , ત્યાં પોતાના ગામ નાજ દરબાર અધિકાર જૂજારજી ચંદાજી એ ફોર્મ લેવાનો ઇન્કાર કર્યો , બાબુભાઇ ભૂતકાળ માં સરપંચ રહી ચૂક્યા છે અને તે વખતે આ અધિકારી ના ભાઈ સામે બાબુભાઈયે ફરિયાદ કરેલી એટલેજ કાદાચ  ફોર્મ લેવાની ના પાડી પરંતુ બાબુભાઇ જાગૃત હોવાને કારણે તેમને અધિકારી સમક્ષ દલીલ કરી કે મારું ફોર્મ કેમ લેતા નથી ?
શુ કવેરી છે તેમાં ?

તો સામે અધિકારી એ ગાળો બોલી , જોરથી લાફો ઝીંકી દીધો... બાબુભાઇ ત્યાં થી કલેકટર કચેરીએ ગયા જ્યાં રજુઆત કરી કલેકટરે પોલીસ સ્ટેશન સૂચના આપી કે ફરિયાદ લો, પ્રથમ તો પોલીસે ફરિયાદ માટે આના કાની કરી પરંતુ છેવટે ફરિયાદ થઇ.... ફરિયાદ થી ધુંવાયેલા જુજારજી એ 17.4.16 ના રોજ સમગ્ર ગામ ભેગું કર્યું , સોગંદવિધિ કરી નકકી કર્યું કે કોઈ દલિત પરિવાર ને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ આપવી નહીં , વાહનમાં બેસાડવા નહીં , મજૂરીએ રાખવા નહીં, અને બીજા દિવસ થી દલિતો નો સામાજીક બહિષ્કાર , આર્થિક બહિષ્કાર શરૂ થયો , આતંકી ફરમાનનો જડબેસલાક અમલ થયો , દલિત પરિવારોનું જીવવું દુષ્કર થયું , જીવન માટે અને પેટ ભરવા માટે વલખા મારવા નો વખત આવ્યો , બાબુભાઈ  પરિસ્થિતિથી ગભરાયા વગર સામનો કર્યો , એક દલિત ભાઈ જે પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરતા હતા તે પણ દરબારો ના કહેવાથી બંધ કરવામાં આવ્યા , બાબુભાઈયે સામાજિક બહિષ્કાર ની ફરિયાદ દાખલ કરવા માટે અનેક રજૂઆતો કરી , અધિકારીઓને રૂબરૂ મળી રજૂઆતો કરી છતાં ગુનો દાખલ ન થયો , તારીખ 28.6.17 ના રોજ અનુ.જાતિ આયોગ ના રાજુભાઇ પરમાર ગામ ની મુલાકાતે ગયા , ગામમાં દલિત પરિવારો ની હાલત જોઈ રાજુભાઈ એ વહીવટી તંત્ર અને પોલીસ ને આડેહાથ લીધી , સરકારી કર્મચારીઓ નું સરકાર જેવું નિવેદન હતું કે અગાઉ પણ આ બાબુભાઈયે ફરિયાદો કરેલી છે એટલે આ ભાઈ ખોટી ફરિયાદો કરવા ટેવાયેલા છે , સામે બાબુભાઈયે નિવેદન આપ્યું કે સાહેબ જો અમે ખોટી ફરિયાદ કરી હોઈ તો હું મારો લાઈવ ડિટેકટિવ , પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ આપવા તૌયર છું , આની સામે જે અધિકારી એમ કહેતા હોય કે ખોટી ફરિયાદ છે તે અધિકારી શ્રી નો પણ આજ પ્રકાર નો વૈજ્ઞાનિક ટેસ્ટ કરો..અરજદારનું નિવેદન સાંભળી રાજુભાઇ એ પોલીસ , સહિત વહીવટી તંત્ર નો ઉધળો લઇ લીધો...મૌખિક રીતે કહેવામાં આવ્યું કે પગલા ભરો , સામાજિક બહિષ્કાર અંગે કાર્યવાહી કરો.....

છતાં...કશું જ ન થયું ..
છેવટે મહેસાણા જિલ્લા ના અધિક કલેકટરે ગામ ની મુલાકાત કરી અને તેમને લાગ્યું કે ખરેખર દલિતોની ફરિયાદમાં દમ છે તેથી તેમને પોલીસને સામાજિક બહિષ્કાર નો ગુનો દાખલ કરવા સૂચના આપી અને છેવટે તારીખ 2.8.16 ના રોજ ગુનો સામાજિક બહિષ્કાર નો ગુનો  દાખલ થયો.
ઓગસ્ટ 2016 માં દાખલ થયેલા ગુના માં પોલીસે આજ દિન સુદી કોઈ પગલાં ભર્યા નથી આરોપીઓ ની ધરપકરડ સુદ્ધા કરી નથી ઉપર થી પોલીસ આરોપીઓ સાથે ભળી ગઈ , આજુબાજુ ના 15 જેટલા ગામો ના ગ્રામ પંચાયત ના લેટર પેડ ઉપર એવું લખાવી લાવ્યા કે બાબુભાઇ ખોટી ખોટી ફરિયાદો કરે છે , અને માથાભારે છે , વળી ખેરાલુના ધારાસભ્ય ભરત ડાભીએ પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ કરી કલેકટરને પોતાના લેટરપેડ ઉપર ભલામણ કરી કે બાબુભાઇ ને બ્લેક લિસ્ટ કરવામા આવે...આવી ભલામણ કરવાનો હક ધારાસભ્યને કોને આપ્યો ?....અરે હદ તો ત્યાં થાય છે દલિત પરિવારો ની ગાય માટે પણ નંદાલી મા ઘાસચારો મળતો નથી અને અહીં કોઈ ગૌ ભક્ત ની લાગણી પણ દુભાતી નથી , દલિતની ગાય પણ દલિત છે , આ ગાય માટે કોઈ સંત મહંત ઉપવાસ કરવા તૌયર નથી... આખી હકીકત તો ખૂબ લાબી છે માત્ર ટૂંકમાં વિગતો લખી છે , બહિષ્કાર ના કારણે 3 પરિવારો ગામ છોડી હિજરત કરી ચુક્યા છે બાકી ના પરિવારો પણ ગામ છોડવાના વાંકે બેઠા છે...ન છુટકે ન્યાય ની અપેક્ષાએ હાઇકૌર્ટના સિનિયર લોયર આનંદ યાજ્ઞિક મારફતે પિટિશન દાખલ કરેલ છે.....

 (     વાંચો આજ નું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને દિવ્ય ભાસ્કર
HC seeks govt reply over boycott of Dalits
ભોગ બનનાર.
બાબુભાઇ સેનમાં
7096531620
અહેવાલ .
કૌશિક મંજુલા બાબુભાઇ 9913423828