ગુજરાત ના તમામ દલિત સંગઠનોએ સાથે મળી ડો. બાબા સાહેબ આંબેડકરે સ્થાપના કરેલ સંગઠન ને ગુજરાતમાં પુન:જીવંત કરી "ગુજરાત સીડ્યુલ કાસ્ટ ફેડરેશન" ની સ્થાપના કરી...

- November 19, 2017
અમદાવાદ:
19-11-17
આજ રોજ ગુજરાત રાજ્યના વિવિધ દલીત જનસંગઠનો તેમજ પ્રતિનિધિઓની બેઠકનુ આયોજન અમદાવાદ ના લાલ દરવાજા ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ હોલ માં થયેલ હતુ. જેમા દલીત સમાજ ના નોંધપાત્ર ધણાં અગ્રણીઓ એ હાજરી આપી હતી.

"દલિત મેનીફેસ્ટો ૨૦૧૭" તૈયાર કરવા તેમજ દલીત સમાજ ના વિવિધ જનસમુહો દ્રારા આયોજીત આ બેઠકમા તમામ લોકોએ લેખિતમાં દલીત સમાજના વિવિધ પ્રશ્નો લખી તેની મૌખિક રજુઆત પણ સમાજના અગ્રણીઓ સમક્ષ કરી એક અત્યંત મહત્વની તેવી લોકતાંત્રિક પ્રક્રિયા કરી "દલીત મેનીફેસ્ટો ૨૦૧૭" બનાવવાની શરુઆત કરી હતી.

સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રોમેલ સુતરિયા તેમજ જયેશ સોલંકી દ્રારા કરવામાં આવેલ હતુ. જેમાં દલીત અગ્રણી તરીકે ગોવિંદ પરમાર, કેવલસિંહ રાઠોડ, કિરીટ રાઠોડ, રાજુ સોલંકી, કમલેશ ધવલ, જયંતિ માકડિયા, તુષાર પરમાર, મનીષા સોલંકી, કુસુમ ડાભી, ઉમેષ સોલંકી, મેહુલ ચાવડા, પ્રગનેશ લેઉઆ, કિરીટ પરમાર સહીત ના દલીત સમાજના ચિંતકો તથા મુસ્લિમ અને આદિવાસી સમાજ ના આગેવાનો  હાજર રહ્યા હતા.
સવારે ૧૧:૦૦ વાગ્યે થી લઈ ને ૩:૦૦ વાગ્યા સુધી કરવામા આવેલ પ્રક્રિયા ના અંતે દલીત સમાજના વિવિધ જનસંગઠનો ને એકત્રિત કરવા ઉપર જોર આપવાની પણ ચર્ચા કરવામાં આવી હતી. જન સમુહો અને આંદોલનોની ઓછી થતી તાકાત થી ચિંતિત દલિત સમાજ મેનીફેસ્ટો બનાવવાની પ્રક્રિયા ની સાથે જ આજ રોજ દલીત સમાજની માંગ ની નોંધ લઈ ડો. બાબા સાહેબ આંબેડકરે સ્થાપના કરેલ સંગઠન ને ગુજરાતમાં પુન:જીવંત કરી *"ગુજરાત સીડ્યુલ કાસ્ટ ફેડરેશન"* ની સ્થાપના કરી છે.

જેના માધ્યમ થી આવનારા દિવાસો માં હવેથી ગુજરાતના દલિત જનસંગઠનોની ઓછી થયેલ તાકાત ને મજબુત કરવા હેતુ સમાજે નક્કર આયોજન કરવામાં આવ્યુ છે.


આમ ગુજરાત દલીત સમાજ ફેડરેશનની સ્થાપના બાદ વિવિધ જીલ્લામાં ચોંકવનારા કાર્યક્રમો આવવાનું તેમજ મેની ફેસ્ટો ૨૦૧૭ ના  કમીટીએ નક્કી કરેલ છે.

આવતા શનિવાર ૨૫/૧૧/૨૦૧૭ ના રોજ અમદાવાદ ખાતે "ગુજરાતસીડ્યુલ કાસ્ટ ફેડરેશન" ના નેજા હેઠળ વિવિધ જનસંગઠનો એકત્રિત થઇ દલીત સમજ ના વતી તૈયાર થયેલ આ મેનીફેસ્ટો તેમજ અન્ય જાહેરાતો સમયાંતરે કરવામાં આવશે તેવુ કેવલસિંહ રાઠોડ એ જણાવ્યું હતું.