સમાજ મા વણકર ચમાર ના ભેદભાવ ક્યા સુધી..?????

- October 02, 2017
જય ભીમ સાથી મિત્રો

અગત્ય ની નોંધ :- આ પોસ્ટ માં દર્શાવેલો ભેદભાવ માત્ર અમુક તુચ્છ માનસિકતા વાળા લોકો માટે જ છે, જે ચમાર અને વણકર માં ભેદભાવ રાખે છે અને જાતિ અંદર પણ આભડછેડ રાખે છે. આ પોસ્ટ માં દર્શાવેલા ભેદભાવ નું હું સમર્થન કરતો નથી પણ આ પોસ્ટ ના માધ્યમ થી હું ભેદભાવ રાખવા વાળા ને જડબાતોડ જવાબ આપવા માંગુ છું...આપણે ગયીકાલે જોયું કે વણકર દિવસ હતો
બધા એ નય પણ અમુક લોકો એ વણકર દિવસ ની શુભકામના પાઠવી....

શું જાણી શકું કે ચમાર-વણકર એ સુ છે??
વણકર દિવસ ઉજવી ને તમે ક્યાં તિર મારી લીધા ??

શહેરો માં તો નય પણ ઘણા બધા એવા ગામડા છે જ્યાં હજુ પણ ચમાર-વણકર-વાલ્મિકી વચ્ચે અંદરો અંદર જ ભેદભાવ છે
અને મેં એ જોયેલો પણ છે

વણકરો નું કેવું છે કે ચમાર અમારી કરતા નિચ્ચ છે!!
હું એક ચમાર છું
અને મને નિચ્ચ દર્શાવવા વાળી વાત એક વણકરે કરી
સાંભળી ને દુઃખ થયું અને લાગ્યું કે આ જ વાત કોય બ્રામ્હન કે પટેલે કરી હોત તો પણ ઠીક લાગત કેમકે એ આપના નથી
પણ સાલું આ તો જાતિ ની અંદર જ જાતિવાદ છે અને દેશ માં થી જાતિવાદ કાઢવા ના ફાંકા મારે છે..
હું લગભગ દોઢેક વર્ષ થી ફેસબુક માં આંબેડકર વાદી વિચારધારા વાળા લોકો ના સંપર્ક માં છું
જેમાં મેં નોટિસ કર્યું કે બધી જ જગ્યા એ વણકરો કરતા ચમાર જ એક્ટિવ છે
દર દસ માં થી 2 કે 3 જ વણકર જોવા મળે છે(ખોટું લાગતું હોય તો ચેક કરી જુવો)
એનો અર્થ એમ કે ચમારો જ માત્ર સમાજ માટે કામ કરે છે??
વણકરો પણ કરે છે
પણ જે હજુ પણ પછાત બુદ્ધિ અને મનુવાદીમાનસિક્તા ધરાવતા વણકરો  જ આપના સમાજ ને પાછળ ધકેલી રહ્યા છે
આજે સમાજ ને આગળ લાવવા અને હક અપાવવા માટે જે લડત લડાય છે એ બધી દલિતો લડે છે
બધા જ ભેદભાવ ભૂલી ને

તો આમાં વણકર ચમાર ક્યાં આવ્યું??

ગયી કાલે વણકર દિવસ માં હાલી નીકળ્યા તા શુભેચ્છા પાઠવવા
તમને શરમ લાગવી જોયીયે કે જયારે સમાજ આજે એક સાથે મળી ને કામ કરે છે ત્યારે તમે હજુ ભેદભાવ ના સમર્થન માં છો!!
અને આ બાબત કઈ એકલા વણકરો ની જ નથી
ચમાર પણ ઢેઢા અને ભંગી જ કય ને બોલાવે છે!!

તમે લોકો સમાજ ની એકતા ના ફાંકા મારી શકો છો પણ આંતર જાતીય લગ્ન કરાવવા ના આવે ત્યાં ખબર નય કયો સાપ સૂંઘી જાય છે તમને લોકો ને ..
બીજા ના છોકરા જેમકે ચમાર નો છોકરો વણકર ની દીકરી લાવે કે વણકર નો છોકરો ચમાર ની દીકરી લાવે તો તમે લોકો એનો સોસીયલ મીડિયા માં સપોર્ટ કરી શકો
પણ જયારે પોતાનો છોકરો કે છોકરી પોતા ની જાતિ માં જ પેટાજાતી ની છોકરી કે છોકરા સાથે પરણવા નું કહે ત્યારે તમને સુ થય જાય છે??
ક્યાં ગયી એકતા??
પોતાના પર આવી ત્યારે નિર્ણય કેમ બદલાય ગયો?
પોતાના કરતા સામે વાળા ની જાતિ નીચી કય રીતે થય ગય??

સમાજ માં તો ભાઈ આમ જ રેહવા નું
આપણે કોય પણ સમાજ સુધારવા નું કાર્ય કરવા નું ચાલુ કરીયે તો આપણી જ સમાજ ના દલાલો કહે કે પેલા પોતાના ઘરે થી ચાલુ કર

તો આ જે સોસીયલ મીડિયા માં ચમાર વણકર ની એકતા ના ફાંકા મારે છે એ લોકો કેમ પોતાના ઘરે થી ચાલુ નથી કરતા??

કેમકે તમે પોતાની અંદર નો ભેદભાવ ભૂલી નથી શક્યા
તમે આ દેશ માં થી જાતિવાદ સુ કાઢવા ના!!

જે જે વણકરો ચમાર ને પોતાના કરતા નીચા માને છે એમને મારે ઘણુય કેહવું હતું
પણ હું આપના સમાજ કોય પણ નેતા ની પેટા જાતિ દર્શાવી ને આ આંતરજાતીય ભેદભાવ ને પ્રોત્સાહન આપવા માંગતો નથી

હમણાં હમણાં થયેલા મૂછ કાંડ માં તમને કોય વણકર કે ચમાર દેખાનું??
આણંદ માં થયેલા મર્ડર કેસ માં સુ તમને કોય ચમાર કે વણકર દેખાનું??

તો પછી વણકર દિવસ ના દિવસે કેમ વણકર કરતા નીચ ચમાર દેખાણા??
આજે આપણી ઉપર થય રહેલ અત્યાચાર કોય એક પેટાજાતી પર નહીં થતો
અત્યાચાર કરવા વાળો માત્ર દલિત છે એ જ જોય છે
એ એમ નથી જોતો કે ચમાર છે એટલે આને 2 ડંડા વધારે મારો
કે આ વણકર છે એટલે આને 2 ડંડા વધારે મારો

જો એ બાર નો વ્યક્તિ એમ નથી જોતો તો તમે તો પોતાના છો??
તમે કેમ ફોકસ કરો છો ચમાર છે કે વણકર?

બીજા લોકો માટે ઢેઢો શબ્દ એ ચમાર અને વણકર બન્ને માટે વપરાય છે
અને ચમારો માત્ર વણકર માટે જ વાપરે છે
બીજા લોકો માટે વાલ્મિકી ભંગી છે
અને ચમાર વણકર માટે પણ ભંગી જ છે

સુ છે આ બે શબ્દ??
કોય બાર નો વ્યક્તિ આ શબ્દ નો ઉચ્ચારણ કરે તો એટલું ખોટું નો લાગે જેટલું પોતાની જ સમાજ વાળા કરે ત્યારે લાગે..

મારો ઉદેશ કોય પણ દલિત સમાજ ની પેટાજાતી ની ભાવના ને ઠેસ પહોચાડવા નો નથી
પણ ગયીકાલે જેવી રીતે પોતાના કેહવા તા દલિતો વણકરો બની ગયા
એ જોય ને એટલી તો ખબર પડી કે
આખા દેશ માં થી દલિતો પ્રત્યે રહેલી મનુવાદી માનસિકતા તો નીકળી જશે
પણ સમાજ ની અંદર રહેલી માનસિકતા નય નીકળી શકે

આજ સુધી તમને એ નથી ખબર પડી કે બ્રામ્હણ સમાજ ની કેટલી પેટાજાતી છે?
મને પાકું યાદ નથી પણ લગભગ 62 છે
અને દલિતો માં તો કોય પણ ને પૂછો??
અમે ચમાર
અમે વણકર
અમે વાલ્મિકી

બસ આ જ છો તમે!!
દલિત કોય નથી

કદાચ આજે બાબા સાહેબ હોત તો એમની આંખ માં પણ આંસુ હોત કે મારો સમાજ કયી દિશા તરફ જાય  છે

તમારા થી બની શકે એટલુ આ ચમાર વણકર નો ભેદ મટાડો
નહિતર સમાજ ને અવળી દિશા માં જતા કોય નય રોકી શકીયે


                  લેખક

મયુર મનીષાબેન વિનોદભાઈ

જય ભીમ

જય ભારત