લિંબોદરા દલિત યુવક પર હુમલાો કરનાર ને છોડવામા નહી આવે SP ગાંધીનગર

- October 03, 2017
ગુજરાત ના પાટનગર ગાંધીનગર ના લિંબોદરા ગામે મુંછ રાખતા દલિત યુવાની પિટાઇ થોડો દિવસ પહેલા થઇ હતી જેના પડઘા આખા દેશ મા પડ્યા  આ ઘટના હજુ શાંત પણ નથી  થઈ   ત્યા આજ લિંબોદરા ગામ ના બિજા યુવક દિગંત મહેરિયા નામના દલિત યુવાન પર છરી વડે હુમલો  જાતિવાદી માનસિકતા ધરાવતા અસામાજિક  તત્વો  દ્રારા આજે લગભગ  બે વાગ્યા ના સુમારે ગામ ની સ્કૂલ થી પરીક્ષા આપી પરત આવી રહેલા દિગંત મહેરિયા પર બાઇક પર બે  વ્યક્તિઓએ છરી વડે હુમલો કરતા ઘાયલ થયેલ..


ગાંધીનગરના લીંબોદ્રામાં વધુ એક દલિત યુવક પર છરીથી હુમલો

ગાંધીનગર: કલોલ તાલુકાના લીંબોદરા ગામમાં રહેતો દલિત કિશોર ધોરણ 11ની પરીક્ષા આપીને ઘરે પરત આવી રહ્યો હતો. તે દરમિયાન ઉપર અજાણ્યા શખ્સોએ લોખંડ કાપવાની બ્લેડ વડે હુમલો કરતા ગામમાં હાહાકાર મચી ગયો હતો. એક સપ્તાહમાં લીંબોદરા ગામમાં બીજા દલિત કિશોર ઉપર હુમલો કરવાનો બનાવ બન્યો છે. આ બનાવની જાણ કલોલ તાલુકા પોલીસને થતા તાત્કાલિક મામલાને થાળે પાડવાની કામગીરી કરવામાં આવી હતી.

મોઢા પર રૂમાલ બાંધી આવ્યા હતા શખ્સો


મળતી માહિતી મુજબ દિગંત વસંતભાઇ મહેરીયા (રહે. રામાપીર મંદિર પાસે, લીંબોદરા, કલોલ) આજે મંગળવારે સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં ધોરણ 11માં અર્થશાસ્ત્ર વિષયના પેપરની પરીક્ષા આપીને આવી રહ્યો હતો. તે દરમિયાન ગામમાં આવજેલા પટેલપરા પાસે પહોંચતા બે બાઇક લઇને અને મોંઢા ઉપર રૂમાલ બાંધીને આવેલા શખ્સોએ ઉભો રખાવીને લોખંડ કાપવાની બ્લેડ વડે જાન લેવા હુમલો કર્યો હતો. દિગંતની પાસે આવી રહેલો મિત્ર પ્રદિપ સાધુએ પકડવાની કોશિષ કરતા બાઇક લઇને આવેલા શખ્સો ભાગી ગયા હતા.

બહાર નિકળ્યા તો જામથી મારીશ


બનાવને લઇને દિગંતે કહ્યુ કે ગત 25મીના રોજ ગામના જ રાહુલ વિક્રમસિંહ વાઘેલા અને મયુર અજીતસિંહ વાઘેલાએ મારા ભાઇ ઉપર મૂછો રાખવાની બાબતને લઇને હુમલો કર્યો હતો. ત્યારે ધમકી આપી હતી કે જો તમે લોકો ઘરની બહાર નિકળ્યા છો તો જાનથી મારી નાખીશ. ત્યારે મયુરને પોલીસે ઝડપી લીધો છે. પરંતુ રાહુલ હજુ ફરાર છે ત્યારે મને તેના ઉપર શંકા છેકે આ હુમલો તેને જ કર્યો હશે.

અહેવાલ
વિજય જાદવ
અભિષેક મકવાણાગાંધીનગર SP સાથે જય ભીમ ન્યુજ  ની વાતચીત 

અાજરોજ ની આ ઘટના ને લઇ ને ગાંધીનગર ના એસ.પી વિરેન્દ્ર યાદવ અે ફોન જણાવ્ય હતુ કે આરોપીઓ ને છોડવામા નહી આવે અને મુંછ રાખવા બાબતે દલિત યુવક પર હુમલો કરનારાઓ ને પણ અમે એરેસ્ટ કરેલ છે તેમજ આ ઘટના ની તપાસ કર્યા પછી આરોપીઓને પકડી પાડવામા આવસે તેવુ એસ.પી અે જણાવ્યુ હતુ.
તથા વધુ મા તેઓ જણાવ્યુ હતુ કે આ ઘટના લિંબોદરા ગામ મા નહી પણ  6-7 કિલોમીટર દુર થઇ હતી..

जय भिम