RDAM અને સરોડા ના દલિતોની એૈતિહાસિક જીત,જમીનો નુ સર્વે ચાલુ...

- October 03, 2017
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સરોડાના જમીનસંઘર્ષના મુદ્દે તમામ દલિતો અને આ લડતમાં સામેલ તમામ ન્યાયપ્રિય અને પ્રગતિશીલ સાથીઓની જીત.



અગાઉ કરેલા અસંખ્ય વિરોધ પ્રદર્શનના પગલે અને ગઈ વખતે કરેલા વાયદા મુજબ સરોડામાં જમીન માપણીનું કામ આજ સવારથી ચાલુ થઈ ગયું છે. જેમાં PI અને SDM સહિત મોટી સંખ્યામાં પોલિસનો કાફલો હાજર. દબાણ કરનારા લોકોની સહી લઈ જમીન માપણી ચાલુ કરી દેવાઈ છે 116 પરિવારોને આશરે 250 વિઘા જમીનની ફાળવણી આજ સાંજ સુધીમાં શરૂ કરી દેવામાં આવશે

આ મુદ્દે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાથ આપનાર તમામનો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વતી આભાર..આ મુદ્દાને ન્યાય આપવા બદલ મીડિયાકર્મીઓનો પણ ખૂબ ખૂબ આભાર.

લડેંગે.. જીતેંગે..
જય ભીમ..
ઇન્કલાબ ઝીંદાબાદ.

વધુ માહિતી માટે સંપર્ક
લક્ષ્મીબેન 9714913939

ટિમ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ