પુના કરાર:બાબાસાહેબને લોહીના આશુંથી રડાવનાર ગાંધી અને કોંગ્રેસને ઓળખો

- October 02, 2017
“પુના કરાર”“બાબાસાહેબને લોહીના આશુંથી રડાવનાર ગાંધી અને કોંગ્રેસને ઓળખો”

દલિતો ગાંધીને કેમ પોતાના સમાજનો સૌથી મોટો દુશ્મન માને છે, ચાલો જાણીએ આપણા એ ભૂંડા ઈતિહાસને જેને “પુના કરાર” તરીકે ઓણખવામાં આવે છે. ટૂંકમાં બાબાસાહેબ આપના સમાજ માટે અંગ્રેજો પાસેથી છીનવીને લાવેલ "ડબલ મતાધિકાર".આપણને સાહજીક પ્રશ્ન થાય કે આ “અલગ મતાધિકાર વળી શું ? અને બાબા સાહેબે તેની માંગણી કેમ કરી હશે ? અને તેનો હેતુ શો હશે ?બાબાસાહેબ એક રાજનીતિશાસ્ત્રના નિષ્ણાત વ્યક્તિ હતા. તેઓ ઇચ્છતા હતા કે ભારતની ધારાસભામાં આપણા સમાજનો ચુંટાયેલો પ્રતિનિધિ સાચા અર્થમાં આપણો પ્રતિનિધિ હોવો જોઈએ. અલગ મતાધિકાર સમજવા આપણે ગુજરાતનું ઉદાહરણ લઈએ. હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ૧૩ સીટો અનુસુચિત જાતિ માટે આરક્ષિત છે, પરંતુ તેમાં વોટિંગ જે તે વિધાન સભાના મત વિસ્તારના બધા જ વર્ગોના મતદારો દ્વારા થાય છે. તેના બદલેગુજરાતને ૧૩ ભાગમાં વહેંચી નાખવામાં આવે અને આવા પ્રત્યેક ૧૩ વિભાગોમાં આપણા સમાજના જ વ્યક્તિઓ ઉમેદવારી નોધાવે અને તેમને ફક્ત આપણા સમાજના જે તે વિભાગના મતદારોના વોટથી ચૂંટવામાં આવે અનેતે આપણા સમાજનો પ્રતિનિધિ બની વિધાનસભા માં જાય. આવો ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ અન્ય સમાજના લોકોના વોટનો મોહતાજ ના રહે અને તેણે ફક્ત આપણા જ સમાજ ના લોકપ્રિય વોટથી ચૂંટાવાનું હોય, હવે આવો ચૂંટાયેલો પ્રતિનિધિ વિધાનસભામાં જાય તો કોની સમસ્યાઓ ઉકેલવાની વાત કરશે ? આપણા સમાજ ની જ. વળી અન્ય સામાન્ય ઉમેદવારને પણ આપણે બીજો વોટ આપવાનો અધિકાર તો ખરો જ. આથી તે અન્ય સામાન્ય પ્રતિનિધિ પણ આપણા સમસ્યાઓમાં રસ લેશે.આવો હતો અલગ મતાધિકાર અર્થાત ૧૯૩૧ માં બાબા સાહેબ ગોળમેજ સંમેલન માંથી ભારત પાછા ફર્યા ત્યારે ૨૮ મી જુન ૧૯૩૧ ના રોજ અમદાવાદના “નવયુવક સંઘ” દ્વારા બાબાસાહેબને અમદાવાદ પધારવા આમંત્રણ પાઠવવામાં આવે છે. ૨૮ મી જુને જયારે બાબા સાહેબ અમદાવાદ પધાર્યા ત્યારે, “ડો. આંબેડકર જિંદાબાદ” “દલિત નેતા અમર રહો” ના ગગનભેદી નારાઓથી અમદાવાદ ગુંજી ઉઠ્યું હતું. ૨૦ મી ઓગસ્ટ, ૧૯૩૨ ના રોજ બ્રિટીશ પ્રધાનમંત્રી મેકડોવેલ દ્વારા communal award ની ઘોષણા કરવામાં આવે છે. જેમાં અછુતોને “અલગ મતાધિકાર”આપવામાં આવે છે. જેના વિરોધમાં ગાંધી ૨૦મી સપ્ટેમ્બર ૧૯૩૨ ના રોજ આમરણાંત ઉપવાસ શરુ કરે છે. અને અછુતોને મળેલા અલગ મતાધિકારના રાજકીય અધિકારને પાછો ખેંચવા બ્રિટીશ પ્રધાનમંત્રી ને ગાંધી અને કોંગ્રેસ દ્વારા પત્ર લખવામાં આવે છે. Communal award ની તો એવી અસર થઇ કે જાણે કોંગ્રેસ અને ગાંધી પર આભ ના ફાટી પડ્યું હોય, ઠેર ઠેર ગાંધી બચાવ નો જુવાળ ફાટી નીકળ્યો. આપણા ભાઈઓ ને ધાક, ધમકી, દબાણ પ્રલોભનો આપવાના શરુ થઇ ગયા, આવા ગંભીર માહોલ માં અલગ મતાધિકાર જતો કરવા, ડો. આંબેડકર ને મનાવવા, કોંગ્રેસ અને ગાંધીએ સર તેજ બહાદુર સપ્રુ ને આગળ કર્યા. વિચિત્રતાની વાતતો એ હતી કે જે સર તેજ બહાદુર સપ્રુ ને ગાંધી એ આગળ કર્યા હતા, તે જ વ્યક્તિ એ ગોળમેજ સંમેલન માં અછુતો ને અલગ મતાધિકાર મળવો જોઈએ તેની તરફેણ માં મત આપ્યો હતો. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ગાંધી પોતાને “હરી ના જન” અર્થાત “હરિજન” માનતા હતા જે નામ આપણા સમાજ ને પણ તેમણે આપ્યું.તો પછી હજારો વર્ષો થી ગુલામી માં સપડાયેલા આ “હરિજન” ને મળેલ “અલગ મતાધિકાર” નો વિરોધ ગાંધી એ જાન ની બાજી લગાવી દઈ ને પણ કેમ કર્યો હશે ? કેમ કે તેઓ વર્ણવ્યવસ્થા ના સંપૂર્ણ પ્રોત્સાહક હતા અને વર્ણ વ્યવસ્થા પ્રમાણે તો અછુતો ને સત્તા, સંપત્તિ અને શિક્ષા પ્રાપ્ત કરવાનો અધિકાર જ ન હતો .તો પછી ગાંધી અછુતો ને મળતી સત્તા માં ભાગીદારી કેવી રીતે સાંખી લે ?દલિતો ને બાબા સાહેબ દ્વારા મળેલા ડબલ મતાધિકાર થી રિસાઈ ને ગાંધી બાબા સાહેબ અને દલિતોની વિરુદ્ધમાં ઉપવાસ ઉપર બેઠેલો જેથી કરીને ગામડાઓ માં દલિતો ઉપર હુમલા થવા લાગ્યા અને સમગ્ર દલિત સમાજ ને ગામે ગામથી ખતમ કરી નાખવામાં આવશે તેવી ધમકીભર્યા પત્રો બાબા સાહેબ ને મોકલવામાં આવ્યા અને બાબા સાહેબ પર પણ સવર્ણો દ્વારા ખૂની હુમલાના પણ પ્રયાસ થયેલ. આમ અલગ મતાધિકાર ના મામલે કોંગ્રેસ અને ગાંધી દ્વારા શામ, દામ, દંડ, ભેદ ની નીતિ અપનાવાઇ રહી હતી. આવી ધમકીઓ આવતા બાબા સાહેબ ચોંકી ઉઠ્યા, તેમણે વિચાર્યું કે હું જેના માટે લડી રહ્યો છું તે સમાજ જ જો જીવિત નહિ રહે તો આ અધિકાર શું કામનો તથા વિચાર્યું “મારો મોટા ભાગ નો સમાજ ગામડાઓ માં વસે છે જો આવું કઈક થાય તો મારા ભાંડુઓ પાસે પ્રતિકાર કરવાની વાત તો બાજુ પર રહી સ્વ-રક્ષણ ખાતર ઘરમાં એક લાકડી પણ નહિ હોય આથી સમાજ નું સત્યાનાશ નીકળી જશે. જો સમાજ જીવતો રહેશે, તો અધિકારો તો ગમે ત્યારે મેળવી લેવાશે. આમ વિચારી આખરે બાબા સાહેબ કમને “અલગ મતાધિકાર” જતો કરી “સયુંકત મતદાન પ્રણાલી” માં આરક્ષિત સીટો નો સ્વીકાર કરવા સંમત થયા અને જે સમજુતી થઇ તેણે ઇતિહાસ માં “પુના કરાર”તરીકે ઓણખવામાં આવે છે.પુના કરારના દસ્તાવેજ પર સહી કરીને બાબાસાહેબે પેન તોડી દીધી હતી, અને કહ્યું હતું કે કોંગ્રેસે અને ગાંધીએ આ દસ્તાવેજ પર છળ અને કપટથી સહી કરાવી જે મારા સમાજના પતનના કાગળ ઉપર સહી કરવા બરાબર છે, કેમ કે આ એક વોટના અધિકારથી મારા સમાજમાં ચમચા અને દલાલો પેદા થશે અને સમાજ ને વેચવાનું કામ કરશે.1946 માં જયારે ચૂંટણીઓ થઇ હતી ત્યારે પણ કોંગ્રેસે કહ્યું હતું કે કોઈ પણ ચૂંટાઈને આવે તો ચાલશે પણ આ આંબેડકર ચૂંટાઈને ના આવવો જોઈએ, આ આંબેડકર માટે તો સંસદના દરવાજા તો શું બારીઓ પણ બંદ છે. અને બાદમાં મુસ્લિમોએ બાબા સાહેબને ચૂંટણીમાં જીતાડીને સંસદમાં મોકલ્યા હતા અને બાબા સાહેબે ભારત દેશનું બંધારણ બનાવ્યું હતું અને સૌને સમાન અધિકારો અપાવ્યા હતા.શું આપણે આ ઇતિહાસ જાણીએ છીએ ?આ લેખની ઝેરોક્સ કરાવીને બીજા લોકોને પણ આપવા વિનંતી જેથી સૌ આ હકીકત જાણે.શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો
Team Jay Bhim News