ફરી એકવાર જીગ્નેશ મેવાણી ની અટકાયત.....

- October 04, 2017
ગાંધીનગર: ગુજરાત મા છેલ્લા થોડા સમય મા દલિતો પર વધતા અત્યાચાર ને લઇ ને અાજે દલિત નેતા અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના ક્નવીર  જીગ્નેશ મેવાણી આજે વિધાનસભા ના ગેટ નં૧ એક પર વિરોધ કરતા તેઓ અને RDAM ના સાથીઓ ની અટકાયત ગુજરાત પોલિસે કરી હતી.

સવારથી જ મેવાણી પર નજર રાખી રહી હતી પોલિસ..


મળતી માહીતી મુજબ આજે સાવારે વિરોધ પ્રદર્શન કરવાનુ હોવાથી સવારથી જ પોલિસ મેવાણી ને નજર કેદ રાખી રહી હતી.

રાજ્યમાં છેલ્લા અઠવાડિયામાં જે રીતે દલિત અત્યાચારની ઘટનાઓ બની રહી છે એ જોતાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેની જવાબદારી છે એવા બીજેપી સરકારના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને આ સરકાર દલિતોની રક્ષા કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે ત્યારે ગૃહમંત્રીના રાજીનામાની માંગણી સાથે વિધાનસભાના ગેટ બહાર પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓને અટકાયત કરીને સેક્ટર 27 પોલિસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યા છે.