કાગડા, કૂતરાના મોતે મરીશું પણ ભાજપને મત નહીં આપીએ જિગ્નેશ મેવાણી

- October 02, 2017

બનાસકાંઠા ના સુઇગામ તાલુકાના કાણોઠી ગામે રવિવારે દલિત ચેતના મહાસંમેલન’ યોજવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન જીજ્ઞેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જીજ્ઞેશ મેવાણીએ 1000 દલિતો પાસે કાગડા, કૂતરાના મોતે મરીશું પણ ભાજપને મત નહીં આપીશું તેવા શપથ લેવડાવ્યા હતા તેમજ 2017 ની ચૂંટણીમાં આ ભાજપની સરકારને પાડી દઇશુંની જાહેરાત કરી હતી.એક હજારથી વધારે દલિતોઅે પ્રતિજ્ઞા લીધી...

આ સંમેલનમાં આવેલ સરહદી વિસ્તાર વાવ,થરાદ,સુઇગામ,ભાભર વગેરે ના દલિતોને શપથ લેવડાવયા હતા કે કાગડા,કુતરાને મોતે મરીસુ પણ ભાજપ ને મત નહી આપીએ...

જીજ્ઞેશ મેવાણીના આગમન ને લઇ ને પોલિસ બંદોબસ્ત..

જોકે કોઈ અનીચ્છનીય ઘટના ન ઘટે તે માટે સ્થાનીક પોલિસ પણ કાણોઠી ગામે હાજર રહી હતી