જ્યારે બાબા સાહેબે હિંદુ ધર્મ નો ત્યાગ કર્યો....

- October 14, 2017
ભારત રત્ન મહામાનવ ડો.બાબા સાહેબ ભીમરાઓ આબેડકરે ૧૪ ઓકટોબર ૧૯૫૬ ના રોજ નાગપુર ખાતે ૩ લાખ ૮૦ જેટલા તેમન‍ા  અનુયાયીઓ સાથે હિંદુ ધર્મ નો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.
બાબા સાહેબ ના આ ધર્માંતરણ એ આખા દેશ માં ખલબલી મચાવી દીધી હતી.

બાબા સાહેબે હિંદુ ધર્મ માં રહેલા અસમાનતા,જાતિવાદ,ઉંચ-નીચ,અસ્પૃશ્યતા,ભેદભાવ વગરે જેવા દુષણો ના લિધે હિંદુ ધર્મ નો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. તથા બાબા સાહેબે ૨૨ પ્રતિજ્ઞાઓ લીધી હતી જે મુજબ આજે પણ દર વર્ષે હજારો દલિતો ભારત માં હિંદુ ધર્મ નો ત્યાગ કરે છે. બાબાસાહેબ દ્વારા કરાયેલા આ ધર્માંતરણ ને દુનિયાનુ સૌથી મોટુ ધર્માંતરણ માનવામાં આે છે જે આટલી મોટી સંખ્યા માં ક્યારેય આટલુ મોટુ ધર્માંતરણ થયુ નથી.