'રાહુલ ગાંધી દલિત યુવતી સાથે કરે લગ્ન’, રામદાસ અઠાવલે

- October 28, 2017
નવી દિલ્લી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ક્યારે લગ્ન કરશે, આ સવાલના જવાબ માટે હાલ ચર્ચા ચાલી રહી છે. આ સવાલને હવે રિપબ્લિક પાર્ટી ઓફ ઈંડિયાના નેતા રામદાસ અઠાવલેએ નવો વળાંક આપ્યો છે. તેમને રાહુલ ગાંધીને કોઈ દલિત યુવતી સાથે લગ્ન કરવાની અપીલ કરી છે.


કોંદ્રીય સામાજિક ન્યાય મંત્રી અને આરપીઆઈ નેતા અઠાવલેએ કહ્યું કે મહાત્મા ગાંધીનું સપનું સાકાર કરવા માટે રાહુલ ગાંધીએ કોઈ દલિત યુવતી સાથે લગ્ન કરવા જોઈએ. મહારાષ્ટ્રના અકોલામાં અઠાવલેએ આ નિવેદન આપ્યું હતું.

રામદાસ અઠાવલેએ કહ્યું કે હવે રાહુલ ગાંધીની ચૂંટણી માટે જોરદાર શરૂઆત કરી છે અને તેમનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે. એ વાત સાચી છે કે તેમને કહ્યું હતું કે મારી ઈચ્છા છે કે રાહુલ ગાંધી સારા નેતા બને. અઠાવલેએ કહ્યું કે રાહુલ ગાંધી ક્યારેક ક્યારેક દલિતોના ઘરે પણ જમવાનું જમે છે. તેમને મારી એવી સલાહ છે કે તેમને કોઈ દલિત યુવતી સાથે લગ્ન કરી લેવા જોઈએ. આપણા સમાજમાં તેમના લાયક ભણેલી ગણેલી, કાબિલ યુવતીઓ છે. બસ રાહુલ હા કરે તેટલી જ વાર છે.

જાતિય વ્યવસ્થાને ઠેસ પહોંચાડતા અઠાવલેએ કહ્યું કે જો જાતિય વ્યવસ્થા નષ્ટ કરવી છે તો તેમને (રાહુલ ગાંધી) ઈંટરકાસ્ટ મેરેજ કરવા જોઈએ, જેમ કે મેં બ્રાહ્મણ યુવતી સાથે લગ્ન કર્યા છે. રાહુલ ગાંધીએ પણ ઈંટરકાસ્ટ મેરેજ કરી સમાજની સામે એક આદર્શ ઉદાહરણ રજૂ કરી શકે છે.