ઉપલેટા માં ભાજપાની ગૌરવ યાત્રા ડો.બાબાસાહેબ અાંબેડકરજી નુ અપમાન...

- October 03, 2017

ગુજરાત વિધાનસભા 2017 ની ચુંટણી માથે છે ત્યારે બધીજ રાજકીય પાર્ટીઓને જનતા અને દેશના મહાનાયકો ની યાદ આવવા માંડી છે.
ક્યારેક સરદાર પટેલજી,કયારેક ડો.આંબેડકરજી,કયારેક નેહરુજી તો કયારેક હિન્દુત્વ ના નામે વોટ ભેગી કરનાર પાર્ટીઓ આવનાર ચુંટણી ને ધ્યાન મા લઇ જુદા જુદા કાર્યક્રમો યોજી રહી છે.


ભારતીય જનતા પાર્ટી ની ગૌરવ યાત્રા ઉપલેટા માં આવેલ જેમાં ગુજરાત ના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને જયેશ રાદડિયા  પ્રવીણ માંકડિયા હરી પટેલ ચીમન સાપરિયા જેઓએ ઉપલેટા માં આવેલ ડો. બાબા સાહેબ ની પ્રતિમા પાસે થી ગૌરવ યાત્રા નું પ્રસ્થાન કરાવેલ અને સાથે બાવલા ચોક માં ગયેલ ત્યાં રહેલી પ્રતિમા ને હાર તોરા કરી આગળ વધેલ જ્યારે ડો.બાબા સાહેબ ની પ્રતિમા પાસે ગૌરવ યાત્રા નું પ્રસ્થાન કરેલ અને આજ ચોક માં ભાજપના........ લોકો નું સ્વાગત પણ થયેલ પણ આ ભાજપના નેતાઓ ને ડો.બાબા સાહેબ ની પ્રતીમાં ને સન્માન આપવા નું યાદ  આવ્યું નહી...