દેત્રોજ ખાતે ભાજપની ગૌરવ યાત્રાના આયોજનમાં ગીતાપુર ગામના દલિત પરિવારોનો હલ્લાબોલ

- October 08, 2017
દેત્રોજ:  ગીતાપુર ગામના 5 પરિવારના  35 લોકોને પાણી, વીજળી, આવાસ ની સુવિધાની હાલાકી છેલ્લા 15 વર્ષથી છે.
જે અંગે દલિતેઓ જીતુ વાઘાણીને ખુલ્લો પત્ર લખીને ગૌરવ યાત્રાનો બહિષ્કાર જાહેર કર્યો હતો. જેના ભાગ રૂપે આજે યાત્રાનો વિરોધ કરી રહેલા અંદાજિત 50 દલિત ભાઈ બહેનોને એક સ્કૂલમાં રાખવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમના વિરોધમાં ગીતાપુર ગામના દલિતો સાથે દલિત આગેવાન. કિરીટ રાઠોડ, કનુ સુમેસરા, હાર્દિક રાઠોડ જોડાયા હતા.

કનુભાઈ સુમેસરા. અનુસૂચિત જાતિ અધિકાર આંદોલન દ્વારા જાહેર કરેલ કાર્યક્રમમાં કાળા પેન્ટ પહેરીને યુવાનો વિરોધ કરવા જોડાયા હતા.
કિરીટ રાઠોડે જણાવ્યું કે ભાજપ સરકારમાં દલિતો ઉપર અત્યાચારનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં દલિતો સુરક્ષિત નથી. જેથી દલિત સમાજે ગુજરાત સરકાર ઉપર અવિશ્વાસ જાહેર કરેલ છે. વધુ કહ્યું કે ગૌરવ પણ દલિતોથી અભડાય છે. આગામી દિવસોમાં ગામે ગામ ગૌરવ અને વિકાસના પૂતળાનું દહન  કરવામાં આવશે.
હાર્દિક રાઠોડ.ઓ.એસ.એસ મંચનાઓએ જણાવ્યું કે આગામી દિવસોમાં દલિત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકારને મતની તાકાતથી પરાજય કરી દલિતો, આદિવાસી, ઓ.બી.સી સાચું ગૌરવ મેળવીને જ રહેશે.
સ્થાનિક ગીતાપુરના જગદીશભાઈ એ જણાવ્યું કે જો સરકાર અમારી માંગણી 15 દિવસમાં નહીં સંતોષેતો 2017 ની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.
કિરીટ રાઠોડ.
9904878446
કનુ સુમેસરા.
9824265884
હાર્દિક રાઠોડ
9574121677
જગદીશ પરમાર
9726504049