વિકાસ પણ દલિત અને આદિવાસીથી અભડાય છે:- માર્ટીન મેકવાણ

- October 02, 2017


આજરોજ અમદાવાદના ધોળકા મુકામે "અભડાય છે ગુજરાત" નું દલિત મહાસમેલન યોજાયું..
આ સંમેલનમાં ગુજરાત ભરના હજારોની સંખ્યામાં દલિત સમાજ ઉમટી પડ્યો.
પુના કરારની ૮૫ વર્ષે પણ અભડાય છે ગુજરાત ના સ્લોગન હેઠળ દલિત મહાસમેલનો યોજાયા જેની પ્રથમ સભા ૨૪/૦૯/૨૦૧૭ ના રોજ વડાપ્રધાન મોદીના માદરે વતનમાં યોજાયું, બીજું સંમેલન સુરેન્દ્રનગરના લીંબડીના શિયાણી ગામે યોજાયું અને આજે ધોળકા ખાતે કાર્યક્રમ યોજાઈ ગયો.
આ સમગ્ર આયોજન આભડછેટ મુક્ત ભારત આંદોલન 2047 નેજા હેઠળ યોજાઈ ગયું...

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન માર્ટીન મેકવાન,દલિત કર્મશીલ. ગગન શેટ્ટી, સિદ્ધાર્થ પરમાર માજી.ધારાસભ્ય, ઉત્તમ પરમાર જોડાયા.

ગુજરાતના ૧૮૨ દલિત ધારાસભ્ય આભડછેટ નાબુદી માટે કામ કરે તેવું સોગંદનામું આપે તેને જ દલિત સમાજ મત આપશે..
સિદ્ધાર્થ પરમારે જણાવ્યું કે દલિત સમાજે પેટાજ્ઞાતિ નાબુદી કરવી પડશે અને આભડછેટમાંથી મુક્તિ માટે ડો.બાબા સાહેબ આંબેડકરે ચીંધેલ માર્ગ ધર્મ પરિવર્તન કરી " બૌદ્ધ ધર્મ" અંગીકાર કરવો પડશે.

ઉત્તમ પરમારે જણાવ્યું કે જે ધર્મ આપણે ને સ્વમાન ન આપી શકે તે ધર્મ નહિ ધતિંગ છે...

ગગન શેટ્ટીએ જણાવ્યું કે દલિતોએ એકજ અવાજે આભડછેટ નો વિરોધ કરવો પડશે.

શ્રી માર્ટીન મેકવાને કહ્યું કે હાલ વિકાસ ની બોલબાલા છે...પણ આ વિકાસ પણ દલિત અને આદિવાસીથી અભડાય છે. ચોક્કસ વિકાસ થયો છે.દલિત સાથે આભડછેટમાં વિકાસ દેખાય છે.અત્યાચારના બનાવમાં વિકાસ વધ્યો છે.


જે પક્ષ આભડછેટ નાબૂદીની વાત ન કરે તે પક્ષને 2017 ની ચૂંટણીમાં જાકારો આપો.

તાજેતરમાં પાટનગરમાં દલિત યુવકને મુચ્છ રાખવા અને બોરસદમાં દલિત યુવકને નવરાત્રીમાં કેમ ગરબા જોવા આવ્યો તેમ કહી હત્યા કરવામાં આવી તે બનાવને પણ વખોડી કાઢવામાં આવ્યો.

ટૂંક સમયમાં જ ગાંધીનગરથી 1000  દલિત યુવકોની મુચ્છોની યાત્રા કાઢી વિરોધ નોંધાવશે..
ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના બંધારણ યાત્રામાં ગામે ગામ મનુસમૂર્તિ આપી વિરોધ કરવામાં આવશે.
સભાના અંતે દલિતોએ ડબલ મતાધિકાર માટે " જનમત " લેવામાં આવ્યો જેમાં બે માટલા મુક્યા એક અલગ મતાધિકાર માટે અને બીજું રાજકીય અનામત માટે હતું.
જેમાં સમગ્ર દલિત સમાજે અલગ મતાધિકાર ને મત આપી માંગણી કરવામાં આવી.
આગામી દિવસોમાં આ અંગે સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવામાં આવશે..