" નાસ્તિકતા " એક નિર્ણય જેને જિંદગી ની પરિભાષા બદલી નાખી!!

- October 06, 2017
" નાસ્તિકતા "
એક નિર્ણય જેને જિંદગી ની પરિભાષા બદલી નાખી!!

મિત્રો હું આજે નાસ્તિક છું એનો મને ગર્વ છે એટલો ગર્વ છે કે એટલો તો આસ્તિક હતો ત્યારે પણ નોતો થયો .
હું બોલતા સમજતા શીખ્યો ત્યાર થી મેં જોયું છે કે મને એક ફોટા ની સામે બે હાથ જોડી ને બેસાડી દેતા અને "જય જય" કરવા નું કેતા, ત્યારે મનર મજા આવતી આવું કરવા માં ધીમે ધીમે સમજણ પડી કે આ ને ભગવાન કેવાય છે અને આમને પૂજવા થી આપણને સુખ ની પ્રાપ્તિ થાય માંગવી એ મળે.
નાનો હતો ત્યારે હું દર મિનિટે ભગવાન પાસે કૈક ને કૈક માંગતો જેમકે આજે સાંજે રમત માં ને રમત માં ઘરે મોડું થય ગયું હવે મમી બોલશે તો ભગવાન બચાવી લેજે મને , ટ્યુશન માં આજે લેશન કરવા નું ભુલાય ગયું સાહેબ ની માર થી બચાવી લેજે ભગવાન , કોયિક લાંબા નખ વાળી છોકરી દેખાય તરત જ માંગુ કે હે ભગવાન આ મને નો રમાડે તો સારું , ક્યારેક અંધારા માં જવાનું હોય તો ડર લાગતો કે ત્યાં ભૂત હશે તો!! તરત જ હનુમાન ચાલીસા જોર જોર થી ચાલુ કરી દેતો આવું બધું બોવ ચાલ્યું
અને ઘણી ખરી વાર મેં જે માંગ્યું એ મને મળ્યું પણ ત્યારે કદી પોતાના પર ભરોસો નોતો કે જે મળ્યું એ મારી મહેનતે મળ્યું. અને આપણા દેશ માં જાતિવાદ એ એક મોટી સમસ્યા હતી જેના કારણે આખા બાળપણ માં મેં ક્યારેય બાબા સાહેબ નું નામ ન્હોતું સાંભળ્યું મને એ ખબર હતી કે તેઓ એ માત્ર સંવિધાન ની રચના કરી હતી પણ એ નોતી ખબર કે મારા આજ ની રચના પણ તેમને કરી હતી!!!
મેં એક થી દસ ધોરણ પાસ કર્યા પછી આઈટીઆઈ માં એડમિશન લીધું 2015 માં instument mechanic માં. મારી આઈટીઆઈ ની આ બેંચ એ માત્ર એસ.સી. માટે જ અનામત હતી.
અને આઈટીઆઈ રેગ્યુલર ચાલુ થયા બાદ મેં એક વાત નોટિસ કરી કે અમારા 19 જણા ની બેન્ચ માં થી લગભગ 13 કે 14 લોકો આવતા જતા મળતા ' જય ભીમ ' કેહતા . શરૂઆત માં મને લાગ્યું હતું કે એ એમના ભગવાન હશે કોયિક.
પછી મારા થી ના રહેવાયું તો મેં એક વ્યક્તિ ને પૂછ્યું કે તમે આ જય ભીમ જય ભીમ બોલો છો એ ભીમ કોણ છે?
તે મિત્ર ની આંખ માં મારા પ્રત્યે ગુસ્સો દેખાતો હતો પણ એને શાંત મગજ થી મને જવાબ આપ્યો કે *" આપના દલિતો ના મસીહા છે"*
એટલું કહી એ આગળ ચાલતો થયો.
અમે આઈટીઆઈ નાં મિત્રો એ એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું અને એક બીજા ના નંબર ની આપ લે કરી તો ઘણા મિત્રો એ મારા નંબર બાબા સાહેબ ની વિચાર શ્રેણી વાલા ગ્રુપ માં એડ કર્યો અને એમાં આવતા નવા નવા મેસેજ જોયને હું ચોંકી જાતો કે એક વ્યક્તિ એ અમારા માટે આટલું બધું કુરબાન કરી ને અમને આજે દુનિયા ની સામે સમાન નજરો થી જોવાય એ સ્થિતિ માં ઉભા રાખી દીધા , કદાચ આવું કામ તો ભગવાન જ કરી શકે.
મેં ફેસબુક પર પણ બાબા સાહેબ ના ગ્રુપ જોયન કર્યા એમાં અમુક એફ બી ફ્રેન્ડ બન્યા જેમની પોસ્ટ થી મને ઘણું જાણવા મળતું અને એમાં હું પેલા નામ લયીશ *ગૌતમ સિંધવ* .
આ વ્યક્તિ રોજ દસેક પોસ્ટ પોસ્ટ ગ્રુપ માં શેર કરતો જે હું રોજ વાંચતો અને વોટ્સએપ માં આવતા સારા મેસેજ પણ હું એ ગ્રુપ માં પોસ્ટ કરતો થયો.
પછી મેં ગૌતમ સિંધવ પાસે એમનો વોટ્સએપ નંબર લય મેસેજ કર્યો તો એમને પણ મને બે ત્રણ ગ્રુપ માં એડ કર્યો જેમાં આવતા મેસેજ થી હું ઘણૉય મોટીવેટ થતો.
પછી એક એવી ઘટના બની જેને આખા ગુજરાત ના દલિતો ને હલાવી ને રાખી દીધા
*ઉના કાંડ*.
આ થયા બાદ તો જાણે વોટ્સએપ અને ફેસબુક બન્ને માં ક્રાંતિકારી ઓ એટલા બધા એક્ટિવ થય ગયા કે જેને જોય મારે પણ કૈક કરવા નું મન થયું
મેં ગ્રુપ માં હવે જાતે લખેલી પોસ્ટ કરવા નું ચાલુ કર્યું.
અને ભગવાન ને કીધું કે આ ઉના કાંડ તમારા રેહતા થયો કય રીતે..?
કદાચ એ સમયે કઈ જવાબ મારા મન માં પન નોતો આયો.
અને ઉના કાંડ પછી બીજા ઘણા એવા કાંડ બાર આવ્યા જેને જોય હાથ પર નાં રૂવાટા ઉભા થય જાય .ઉના કાંન્ડ ના વિડિઓ જોયા પછી મેં એક નિર્ણય લીધો
કે હવે પછી જે કરીશ એ પોતાની જાતે કરીશ, પોતાની મહેનતે કરીશ નય કે ભગવાન પાસે માન્ગેલી ભીખ થી.
અને ભગવાન ને નાં માનવા વાલા ને દુનિયા *નાસ્તિક* કહેતી .
તો હા હું છું નાસ્તિક .....

મારે જરૂર હોય ત્યારે ભગવાન આવી ને ઉભા રય જાય પણ જયારે અસલી મદદ ના હકદાર પાસે એ ભગવાન આવી શક્યા નય તો એ ભગવાન શું કામના?

ધીરે ધીરે મને સમજણ પડી કે હું માત્ર એક બીક નાં કારણે ભગવાન ને માનતો હતો કે મારી મદદ માટે કોણ આવશે?
ત્યાર થી લયીને આજે લગભગ મારી નાસ્તિકતા નું એક વર્ષ પૂર્ણ થયું .
આજે જિંદગી માં બધી જ સમજણ પડે છે અને બીજા ને સમજવી પણ શકું છું કે
1947 પેલા ભગવાન આપણી મદદ કરવા નહોતા આવતા પણ સંવિધાન લાગુ પડતા જ ભગવાન આપણી મદદ માટે દોડયા આવ્યા કેવું સરસ કેવાય નય!!
જે વ્યક્તિ એ મારા આજ માટે પોતાનું આજ બગાડ્યું એ વ્યક્તિ ને આજ સુધી હું જ નોતો ઓળખી શક્યો.

જયારે હું ભગવાન માં માનતો ત્યારે હું એક કટ્ટર હિન્દૂ વાળું મગજ ધરાવતો જેમાં માત્ર ને માત્ર મુસ્લિમો માટે રોષ જ હતો
પણ મુસ્લિમ સમુદાય જે રીતે દલિતો ની મદદ કરવા લાગ્યા અને હિન્દૂ ઓ દલિતો મો તિરસ્કાર કરતા હતા એ પર થી ખબર પડી કે હું જ ખોટો હતો.
આજે પણ કેટલાય એવા ગામો છે જેમાં દલિતો નો તિરસ્કાર કરવા માં આવ્યો
કુવા માં થી પાણી નય ભરવા દેવા નું
વધેલું કુતરા ને ખવરાવી દેવા નું પણ એક ભૂખ્યા દલિત ને નય ખવરાવવા નું
એવું બધું મેં ભોગવ્યું તો નથી પણ તોય સમજણ આવી ગય કે ભગવાન આવતા જ નથી કોયની મદદે .
હું નાનો હતો ત્યારે એમ લાગતું ને કે ભગવાને મને બચાવ્યો છે પણ આજે ખબર પડી કે એ તો મારી જ મેહનત હતી અને નામ ભગવાન નું આપવા માં આવતું હતું.
મારા ઘર માં મારી સિવાય આજે બધા લોકો ભગવાન ને માને છે અને અંધ થય ને પૂજે છે
એક વાર મેં પૂછ્યું કે મમી પપા તમે ભગવાન ને શુકામ માનો છો એ ભગવાન તો આપણા દલિતો ના અત્યાચાર નિવારણ પણ નથી કરી શકતા એ તમારી મદદ શું કરવા ના?
તો એમને મને કેહતા કે બેટા જયારે દુનિયા તારી વિરુદ્ધ હશે ત્યારે કોય નય પણ માત્ર ભગવાન જ બચાવશે તો મેં તરત જ કીધું કે *તમને બીક છે કે કોય મદદ નય કરે એટલે તમે માનો છો*
એ વાત અલગ છે કે ગાલ લાલ કરી નાખે એવો લાફો પડ્યો તો ગાલ પર અને કીધેલું કે ધર્મ ની બાબત માં વિરોધ નય કરવા નો!!!!
કેમ વિરોધ ના કરું એ ધર્મ નો જેને મારા પૂર્વજો ને સતાવ્યાં છે
કેમ વિરોધ નાં કરું એ ધર્મ નો જેને એક મૂર્તિ ની માયા માં મારા સમાજ ને ફસાવ્યો છે

મંદિર માં આપના પૂર્વજો ને નહોતા જાવા દેતા પણ સંવિધાન લાગુ પડ્યું પછી છૂટી સુ મળી મંદિર માં જાવા ની આપણો સમાજ તો પ્રભુ ભક્તિ માં લિન થય ગયો અને દલિત સમાજ ના પછાત રેહવા નું મોટું કારણ પણ એ જ હતું કે એમના પૂર્વજો એ ક્રાંતિ નાં કરી અને આજે તેઓ પણ ક્રાંતિ નથી કરતા એટલે જ દલિત પાછળ છે

મને દુઃખ એ વાત નું છે કે મારા જ ઘરના સભ્યો ભક્તિ માં આંધળા થય ગયા છે તો હું બીજા ને સમજાવવા ની કોશિશ પણ કરી શકતો નથી.

પણ મિત્રો તમારા સાચા ભગવાન ને શોધો અને એને માંનો નય કે પેલા કોયિક ના લિંગ અને યોની ની પૂજા કરો..

હિન્દૂ ધર્મ માં ઘણાય એવા રાઝ પણ છે જે બધા હિન્દૂ ઓ ને ખબર નથી જેમકે
બ્રમ્હા એ એની દીકરી સાથે સંભોગ કર્યો હતો (જબરદસ્તી)
માં પાર્વતી એ મેલ માં થી ગણેશ પેદા કર્યો અને એ તો ઠીક પણ પાછું માથું હાથી નું લગાડ્યું(વૈજ્ઞાનિકો એ જોય ને આશર્ય ચકિત થય ગયા કે એક હાથી નું મોઢું ફિટ કય રીતે કર્યું હશે)
એક હતા જય શ્રી રામ જે ભગવાન હતા તો પણ એની પત્ની ને રાવને હાથ અડાડ્યો હતો કે નય એ તપાસ કરવું પડે
અને હિન્દૂ ઓ સળગાવે છે કોને? રાવણ ને
એ રાવણ ને જેને પોતાની બહેન માટે રાજપાટ ને ખતરા માં પાડ્યો
એ રાવણ ને જે ને સીતા સાથે લગ્ન કરવા હોત તો એ જબરદસ્તી કરી ને પણ કરી શકેત ને
પણ એ વ્યક્તિ એ એવું ના કર્યું અને મર્યાદા જાળવી રાખી
એને જ મર્યાદા પુરુષોત્તમ કેવાય નય કે રામ ને.

આ એક વિચાર હતો મારો જે એ લખ્યો છે
આખી પોસ્ટ વાંચી એ બદલ ખુબ ખુબ ધન્યવાદ .
મેં મારો અનુભવ લખ્યો
તમે પણ તમારો અનુભવ લખજો

                      લેખક
         મયુર મનીષાબેન વિનોદભાઈ