વ્યકિતપૂજાએ અધઃપતન અને સરમુખ્તયારશાહીનો માર્ગ છે

- September 04, 2017
વિશ્વરત્ન બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર જેવા સક્ષમ નેતા આજે આપણા સમાજમાં નથી. ડૉ.આંબેડકરે આપણા મહાપુરુષો દ્વારા ચલાવવામાં આવેલા આંદોલન ને એક ચોક્કસ દિશા આપી અને જનક્રાંતિને સફળ બનાવવા પુરા પ્રયત્નો કર્યા. એમણે નિખાલસતા પુર્વક કહ્યું કે  એક મનુષ્ય એક યુગમાં જેટલુ કાર્ય કરી શકે તેનાથી હજ્જાર ગણો સંધર્ષ મે તમારા માટે કર્યો છે. કેટલીક બાબતોમાં હું સફળ રહ્યો, કેટલીક બાબતોમાં નહી. હવે તમે લોકો મારો જય જય કાર કરવાને બદલે મારી દ્રષ્ટિએ મહત્વપુર્ણ જે કાર્ય છે તેને પુર્ણ કરવા જીવ ની બાજી લગાવી દો..

ડૉ.આંબેડકર પોતે સક્ષમ નેતા હોવા છતાં પણ તેમણે સંયુક્ત નેતૃત્વની ભાવનાના સિધ્ધાંતને સ્વીકાર્યો. એમની વ્યકિતપુજા કરતા કેટલાક કાર્યકર્તાઓને તેઓએ સમજાવ્યું કે વ્યકિતપુજા સમાજના અધઃપતન અને સરમુખત્યારશાહીને જ જન્મ આપે છે. કોઈ પણ વ્યકિત ભલે ગમે તેટલો મહાન કેમ ના હોય પરંતુ આપણી સ્વતંત્રતા એના હાથમાં ક્યારેય ન સોંપવી જોઈએ. આપણે આપણી સ્વતંત્રતા કોઈપણ મહાપુરુષના ચરણે ન ધરી દેવી જોઈએ અને ન તો તેને એટલા અધિકારો આપવા જોઈએ કે તે આપણી વિચારધારાને પોતાના પગ તળે કચડી નાંખે..!! આપનો મિશનસાથી
- કેવલસિંહ રાઠોડજયભીમ..
જય ભારત...