"ગાય જેની માતા છે, ખુંટીયો એનો બાપ છે.

- June 28, 2017
ઉનાકાંડ વખતે આવા સુત્રોચ્ચાર ખુબ થયા અને અસંખ્ય સભાઓ, રેલીઓ, આવેદનપત્રો તેમજ આંદોલનો ના માધ્યમ થી દેશભરમાં લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો.


ઉના ના સ્થાનિક યુવાનો તથા 'સામાજીક એકતા અને જાગૃતિ મિશન' ની ટીમ ના ક્રાંતિકારીઓ, મહિલાઓ સહીત ના કુલ 6,000 થી વધુ લોકોએ સતત પાંચ દિવસ સુધી ઉના ખાતે નેશનલ હાઈવે જામ કરી આંદોલન ની શરુઆત કરી જેના પગલે મનુવાદી મિડીયાને આ આંદોલન ની નોંધ લેવાની ફરજ પડી.


ઉના ના યુવાનો દ્વારા આ અત્યાચાર બાબતે બહેન માયાવતી ને ટેલિફોનીક જાણ કરાઈ તેમજ વોટ્સએપ થી વિડીયો મોકલાવવામાં આવ્યો અને તે પછી સંસદમાં ઉનાકાંડ બાબતે ધમાલ થઈ અને થોડા દિવસો રાજ્યસભા મોકુફ પણ રાખવામાં આવી.


ભાજપ ના નેતા પુરુષોત્તમ રુપાલા ના દબાણ થી અધુરી સારવાર હોવા છતાં રાજકોટ ની સિવીલ હોસ્પીટલ થી પિડીતો ને કાઢી મુકાયા, તે પછી કેવલસિંહ રાઠોડ ની મદદ થી આ પિડીતો ને અમદાવાદ સિવીલ હોસ્પીટલ ખાતે દસ દિવસ સુધી વ્યવસ્થિત સારવાર અપાવવામાં આવી.


આ આંદોલન દરમિયાન કેટલા બધા યુવાનોએ આત્મહત્યા નો પ્રયત્ન કર્યો અને યોગેશ સારીખડા જેવા એક ના એક લાડકવાયા શહિદ પણ થયા.


ધણાં બધા કાર્યકર્તાઓ તેમજ ભાઈઓ-બહેનો પર ખોટા પોલીસ કેસ થયા જેમાં કાંતિ વાળા જેવા ક્રાંતિકારીઓ હજુ જેલ માં સબડે છે.


આંદોલન દરમિયાન અનુસુચિત જાતિના કેટલાય સરકારી કર્મચારીઓને સરકાર દ્વારા હેરાન કરવામાં આવ્યા, જેમાં પી.એલ.રાઠોડ જેવા મિશનરી ઓફીસર ની ત્રણ-ત્રણ વખત બદલીઓ કરાઈ.


રાતોરાત અસંખ્ય નેતાઓનો જન્મ થયો અને જેણે ક્યારેય સમાજ ને મદદ નહોતી કરી એવા લોકો માં આ આંદોલન નું નેતૃત્વ કરવાની હોડ લાગી.


ભારત ના તમામ રાજકીય પક્ષો ને લાગ્યું કે આ 'દલિત કાર્ડ' આગામી ચુંટણીઓમાં ખુરશી સુધી પંહોચાડી શકે છે, માટે પિડીતો પાસે ફોટો પડાવવા કોઈ રાજકીય દલાલ બાકી ન રહ્યા.


આત્મસમ્માન અને સ્વાભિમાન માટે નિડરતા થી લડતા ભીમસૈનિકો ને જોઈને સરકાર ની ઉંધ હરામ થઈ ગઈ અને મુખ્યમંત્રી પદેથી બ્રાહ્મણ ની દિકરી આનંદીબેન પટેલે કમને રાજીનામું આપવું પડ્યું.


આ આંદોલન ને ડાયવર્ટ કરવા માટે એનજીઓ માફીયા ગગન શેઠી અને તેના બ્રાહ્મણ જમાઈ પ્રવિણ મિશ્રા તેમજ બ્રાહ્મણ રાહુલ શર્મા દ્વારા અમદાવાદ ના દલિત મહાસંમેલન, ઉના ના સ્વાતંત્ર્ય દિન કાર્યક્રમ થી લઈને રાજકોટ ના દલિત સ્વાભિમાન સંમેલન સુધી ના તમામ કાર્યક્રમો ને હાઈજેક કરી બ્રાહ્મણવાદી લોકો ને સમાજ ના પ્રતિનિધિ તરીકે સ્ટેજ પર થી પ્રોજેક્ટ કરાયા.


ઉનાકાંડ પછી તો ઠેર ઠેર કાર્યક્રમો થયા, શેરીએ શેરીએ સંગઠનો બનવા લાગ્યા, કેટલાય લોકોએ ભાજપ-કોંગ્રેસ છોડી દીધું અને સમાજ સાથે જોડાયા, વોટ્સએપ અને ફેસબુક પર મોટી મોટી વાતો થઈ, ઓડીયો અને વિડીયો થી ફોન હેંગ થવા લાગ્યા, જ્યાં જોઈએ ત્યાં બસ જય ભીમ જ.


પછી..


પછી શું ?


પછી ધીમે ધીમે બધા થાકવા લાગ્યા.


વરસાદ ના પાણી માં જેમ દેડકાઓ નિકળી આવે એમ ફુટી નિકળેલા નેતાઓ ફરીથી ઘર માં ધુસી ગયા.


જે તે પાર્ટી ના ગુલામો અને સમાજ ના દલાલો ફરીથી ભાજપ-કોંગ્રેસ માં જોડાઈ ગયા.


બ્રાહ્મણો દ્વારા પ્રોજેક્ટ કરાયેલા પ્રતિનિધિઓ હાર્દિક અને અલ્પેશ ના ખોળા માં બેસી ગયા.


દલિત અત્યાચાર ના નામે એનજીઓ ચલાવી સરકારી ગ્રાન્ટો મેળવતા ખ્રિસ્તીઓ વિદેશો માં ફરવા જતાં રહ્યા.


ઉનાકાંડ પર પુસ્તકો લખી સરકારના વખાણ કરવા વાળા લેખકો સરકારી એવોર્ડ મેળવવા લાઈન માં ઉભા રહી ગયા.


અનુસુચિત જાતિ ના આત્મસમ્માન ના આંદોલન ને ખતમ કરવામાં મુખ્ય રોલ ભજવવા બદલ આત્મારામ ને સરકારે કેબીનેટ મંત્રી બનાવી દિધા.


ખેર જે હોય તે ;


બીજા બઘા તો ઠીક,


પણ આપણે જેમની આશાએ હતા, અને લાગતું હતું કે આ અત્યાચાર ના પિડીતો નેલ્સન મંડેલા અને મલાલા યુસુફઝઈ ની જેમ આ જાતિવાદી વ્યવસ્થા સામે આજીવન લડાઈ ચાલુ રાખશે અને દુનિયા ને એક પ્રેરણાદાયી સંદેશો આપશે પરંતુ કમનસીબે તેઓ બધા પણ અત્યાચાર ની સહાયો લઈને ધરે ચુપચાપ બેસી ગયા.


હવે શું ?


આગામી 11મી જુલાઈ 2017 ના દિવસે ઉનાકાંડ ની અમાનવિય દલિત અત્યાચાર ની ધટના ને એક વર્ષ પુરું થઈ રહ્યું છે ત્યારે..


ધર્મ પરિવર્તન માટે જોર જોર થી બરાડા પાડતા હતા,

શું તમે દિક્ષીત થયા છો ?


હથિયારો ના લાયસન્સ માટે માઈક પર થી રાડો પાડતા હતા,

શું તમે એક પણ લાયસન્સ લીધું છે ?


હવેથી અમે કોઈ પણ મૃત પશુઓના ચામડા સંબંધિત વ્યવસાય નહીં કરીએ,

કેટલા ચર્મકાર લોકો એ આ વ્યવસાય બંધ કરી દિધો ?


ગાયનું પુંછડું તમે રાખો અમને અમારી જમીન આપો,

શું એક પણ એકર જમીન તમને મળી છે ?


અત્યાચાર ના બનાવો માં પિડીતો ને તાત્કાલિક ન્યાય માટે સ્પેશિયલ કોર્ટ આપો,

શું ઉનાકાંડ ના પિડીતો ને સ્પેશિયલ કોર્ટ મળી છે ?


દેશ માં ચાલતા ગૌરક્ષકો ના તમામ સંગઠનો પર પ્રતિબંધ મુકો,

શું એક પણ સંગઠન પર પ્રતિબંધ મુકાયો ?


દલિત અત્યાચાર નો ભોગ બનેલા તમામ પિડીતો ને તેની લાયકાત પ્રમાણે સરકારી નોકરી આપો,

એક પણ પિડીત ને પટ્ટાવાળાની પણ નોકરી અપાઈ છે ?


પાટીદારો ની જેમ અમને પણ અમારી માંગણીઓ બાબતે રાજ્યસરકાર ચર્ચા માટે બોલાવે,

શું એક પણ વ્યકિત નો મનુવાદી સરકારે ભાવ પુછ્યો ?


હવે પછી અમે એક પણ દલિત અત્યાચાર સહન નહીં કરીએ,

ઉનાકાંડ પછી શું અત્યાચારો બંધ થયા ?


આવા તો હજ્જારો સવાલ છે.


પણ નહી..


કાંઈ પણ થાય,


અમે નહીં સુધરીએ.


કદાચ બાબાસાહેબ ફરીથી આવે અને ઉપર થી નીચે પડે ને તો પણ નહીં.


સુધરે ઈ બીજા,


અમે નહીં.


અરે ****, હવે સુધરો નહીંતર ગળામાં કુરડી અને પાછળ ઝાડું કરતાં પણ બદતર પરીસ્થિતિ આવશે.


જો તમે તમારા બાળકો ને વારસામાં ગુલામી આપી ને ગયા તો આવનારી પેઢી તમને ક્યારેય માફ નહીં કરે.


વહેલા મોડા ક્યારેક તો મરવાનું જ છે, તો પછી ઘેર પથારીમાં માયકાંગલાઓની જેમ મરવા કરતાં રણ મેદાન માં શુરવીર ની જેમ શહિદ કેમ ન બનીએ ?સંધર્ષ વિના ગુમાવેલા અધિકારો ક્યારેય પાછા ન મળે,
કારણ કે સ્વાર્થી લોકો વિનયપુર્વક ની વાત માનતા નથી..!!આપનો મિશનસાથી
- કેવલસિંહ રાઠોડ*જય ભીમ..*
*જય ભારત...*