દલિત આંદોલન ના વિષય પર પોરબંદર ના સમ્રાટ બૌદ્ધ ના નીજી વિચાર વિમર્શ.

- January 29, 2017
*જય ભીમ               નમો બુદ્ધાય*

હાલ માં રાજકોટ ખાતે  થયેલા દલિત સ્વાભિમાન સંમેલન મા થયેલી વાતો ,કાર્યો એવી ઘણી વિડંબના ને લઈને આ કાર્યક્રમ માં એક આંતરિક ભાગ જોવા મળ્યો . પણ ક્યાં સુધી? આ જે ભાગો પડેલા છે અને મન ભેદ ,મત ભેદ ક્યાં સુધી ચાલશે?  જો આમ જોવા જઈએ તો આ એક મનુવાદ નો જ ભાગ છે. આ બાબત ઉપર જોવાં જાઈએ તો મનુવાદ નો મુખ્ય મતલબ જ એ થાય કે ભાઈ, ભાઈ થી દુર રહે. પણ ઘણા આપણા જ લોકો એ વાત થી બહુ જ દુર રહેલાં હોય એવુ લાગે છે.  કેમ કે અત્યાર ની આ ગુજરાત મા દલિત વીરોધી માનસિકતા વધું ને વધું પ્રબળ બની રહી છે.  પણ જ્યા સુધી સમાજ ના બની બેઠેલા આગેવાનો સમાજ ને સારી દીશા તરફ નહીં લઈ જાય ત્યા સુધી સમાજ ક્યારે પણ આગળ નહી આવી શકે.  કેમ કે આવા જ દલિત આગેવાનો થી સમાજ ના નાના નાના ભાગ રૂપે વેચાયેલા છે . આ જો એક સાથે મળીને સાથે ચાલશે તો ભીમ રથ આગળ વધારી શક્શે.  મારો કેવાનો અર્થ એ છે કે જ્યા સુધી વેચાયેલા રહીશું ત્યાં સુધી ના તો આપણે આગળ વધીએ ના તો સમાજ આગળ વધે. અને જ્યાં સુધી આપણા જ લોકો આપણા જ લોકો નો વિરોધ કરશે ત્યાં સુધી સમાજ એક થવા નો વિચાર પણ વર્જ્ય છે.  મનુષ્ય જાતીમા એક વસ્તુ બોવજ ઓછી રહેલી છે કે માણસ  તર્ક શક્તિ નો ઉપયોગ બોવ જ ઓછો કરે છે અને ઉપર થી કહેલુ અને સાંભળેલું જ પોતાનો ધ્યેય માની લે છે. આ વિશે અમારા એક મિત્ર ભરત મકવાણા એ પણ કહેલું કે સ્વાભિમાન અને અત્યારો ના વિરોધમાં આંદોલન કરવા એ બધું જરૂરી છે પણ એનાથી પણ જરૂરી છે કે સમાજ આર્થિક રીતે આગળ આવે. એના જીવતાં જાગતા ઉદાહરણ આપીએ તો *ધોડકા માં (SPAV) અને પોરબંદર મા ધ ગ્રેટ અશોકા બુદ્ધ વિહાર તેમજ પેય ટુ બેક સોસાયટી* ના સંયુક્ત ઉપક્રમે યુવાનો મા એક ફ્રી પોલીસ,  ફોરેસ્ટ  ટ્રેનીંગ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરાવવામાં આવી રહી છે ...

જો આવા કાર્યો મા જ્યારે આપણા લોકો વળશે ત્યારે સમાજ મા ઘણોજ સુધારો આવશે. 

આ બાબત ઉપર  બોધીસત્વ રોદાસ ની એક પંક્તિ યાદ આવે છે.

*પોતે નહીં માને બીજાને મનાવવા જાય*
*પણ જ્યારે તે જીવશે ત્યારે મરી જાય.*

નોંધ: -  મારી બાબતો થી કોઈ નુ પણ દીલ દુભાયુ  હોય તો . પોતે વિચારી લેજો કે આમ એણે કેમ કીધું હશે... થોડું તો તર્ક વાપરજો ....

*સમ્રાટ બૌદ્ધ.......*
*પોરબંદર - ગુજરાત*